|
વિશ્વકર્મા ધ્યાન |
|
चिंतयेत्विश्वकर्माणं शिवं वटरोरध:
दिव्य सिंहासनासीनं मुनिवृदनिसेवितम ।
उपास्यमानममरै: स्तूर्यमानं महर्षिभि:
पंचवकत्रं दशभुजं ब्रह्मचारी वृते स्थितम ॥
વડના વૃક્ષની નીચે દિવ્ય સિંહાસન ઉપર બેઠેલા, મુનિઓએ સેવેલા, સર્વનું કલ્યાણ કરનાર ભગવાન શ્રી વિશ્વકર્માની દેવતાઓ અને મહર્ષિઓ નિત્ય સ્તુતિ કરે છે તેવા પાંચ મુખો અને દશ ભુજાઓ ધારણ કરનારા બ્રહ્મ્ચારી વ્રત આચરતા દેવનું હું ધ્યાન ધરું છું.
कबा सूत्रांबुपात्रं वहति करतले पुस्तकं ज्ञानसूत्रं
हंसारुढस्त्रिनेत्र: शुभकुलुट शिर: सर्वतो वृद्ध काय: ।
त्र्यैलोक्यं येन सृष्टि सकलसुरगृहं राजहर्यादि हर्यम
देवो स सूत्रधार: जगदखिलहित: ध्यायते सर्व सत्त्वै: ॥
એક હાથમાં કંબા, બીજામાં સૂત્ર, ત્રીજામાં કમંડળ અને ચોથા હસ્તમાં જ્ઞાનના ભંડારરૂપ પુસ્તક ધારણ કરતા, હંસ ઉપર બિરાજમાન, ત્રણ નેત્રોવાળા, મસ્તક પર સુંદર મુકુટ ધારણ કરનાર, સર્વ રીતે પુષ્ટ કાયાવાળા, ત્રૈલોકનું સર્જન કરનાર, સઘળા દેવોના આવાસો, રાજાઓના મહેલો વગેરેની રચના કરનારા, જગતના સૂત્રધાર અને સકળ સૃષ્ટિનું કલ્યાણ કરનાર પ્રભુ વિસ્શ્વકર્માનું સર્વ પ્રાણીઓ નિત્ય ધ્યાન ધરે છે. |
|
|
|
સ્તુતિ પાઠ
सत्य ज्ञान सुखस्वरूपममलं पंचाननं पावनम
वेदांते प्रतिपाद्यमान विभवं विश्वैकनिर्मातरम ।
अर्व प्राणी मनोतरस्त प्रसवं सर्वात्मकं सर्वदा
वंदे देवमहर्निशं हृदिमुदा श्री विश्वकर्मा भिदम ॥
જેમનું સ્વરૂપ સત્ય, જ્ઞાનરૂપ અને સુખકારી છે, જેમને પાંચ પવિત્ર મુખો છે, વેદોમાં જેમની મહત્તા ગવાયેલી છે, જગતનું નિર્માણ જેણે એકલાએ કર્યું છે, તે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહીને તેમને પ્રેરણા આપે છે તેવા ભગવાન વિશ્વકર્માને હું હરહંમેસ્શ હૃદયપૂર્વક પ્રણામ કરું છું.
लक्ष्मीसरस्वतीभ्यां च प्रक्षालित पदद्वयम
वक्षस्थले च बिभ्राणं ब्रह्मविद्यामुत्तमाम ।
हारकेयुर कटक कुंडलाद्यै: सुशोभितम
भस्मांगरागं देवेशं वरदं सस्मिताननम ॥
પ્રભુ વિશ્વકર્માના બેઉ પાદપદ્મોને દેવી લક્ષ્મી તથા દેવી સરસ્વતી પખાળી રહી છે, તે પ્રભુના હૃદય ઉપર બ્રહ્મવિદ્યા શોભી રહી છે. વળી હાર, કેયુર, કટક અને કુંડલો જેવાં આભૂષણો તથા ભસ્મને શરીર પર ધારણ કરનાર એવા પ્રભુ વિશ્વકર્મા મારા પર પ્રસન્ન થાઓ.
कुदालं करणी वास्यमियंत्रं कमंडलुं
बिभ्राणं दक्षिणैर्हस्तैरवरोह क्रमात्प्रभुम ।
मेरुटंकं स्वनं भूषा वहिह्नं च दधतं करै:
अवरोह क्रमेणैव वामै: शुभ विलोचनम ॥
જે પ્રભુએ કોદાળી, કરણી, વાસ્ય, અમિયંત્ર અને કમંડલ જમણા હાથમાં અવરોહ ક્રમે ધારણ કર્યા છે તથા મેરુ, ટાંકણું, ઘંટા, ભૂષા અને અગ્નિને ડાબા હાથમાં અવરોહ ક્રમે ધારણ કર્યાં છે તે શુભ નેત્રોવાળા ભગવાન વિશ્વકર્મા મારું કલ્યાણ કરો.
निरंजनं निराकारं निर्विकल्पं निरुपक्रम
निराधार निरालंब निर्विघ्नात्मन नमोनम: ।
अनादि यत्प्रमाणं च अरूपं च दयास्पदम
त्रैलोक्यमय नामत्वं विश्वकर्मन नमोस्तुते ॥
હે નિરંજન ! નિરાકાર ! કલ્પનાથી પર અને રૂપરંગ વિનાના, કોઇના આધારની જરૂર વિનાના, સર્વના આધાર જે એક છે એવા, સર્વ વિઘ્નોને દૂર કરનારા હે આત્મન ! હું આપને વંદન કરું છું. હે અનાદિ ! પ્રમાણ અગર રૂપ વિનાના, હે દયાના સાગર ! ત્રણે લોકમાં આપની કીર્તિ વ્યાપી રહી છે. હે પ્રભુ વિશ્વકર્મા ! હું આપને વારંવાર નમસ્કાર કરું છું.
|
વિશ્વકર્મા બાવની |
કાંબી કમંડલ ગળે પુષ્પમાળા પીળુ પીતાંબર મુગટ રસાળા |
કર સુત્ર પુસ્તક ધરે એ રૂપાળા એવા નમું ત્રિનેત્ર શ્રી ઇલોડવાળા ॥ |
|
જય વિશ્વકર્મા આદી દેવ, મહામાયાથી પ્રગટ્યા એવ ॥
વિરચી વિષ્ણુ ને શિવરાય, એ પણ પ્રગટ્યા મહામાયાવ ॥
ત્રિદેવના બનાવ્યા ધામ, દેવોને આપ્યા વિશ્રામ ॥
સૂર્ય શશી તારાને ખાસ, ગગન મંડળએ આપ્યો વાસ ॥
પળમાં પૃથ્વી કરી સ્થિર, જીવ માત્ર ઉપર રહેમ ધરી ॥
સાત સમુદ્ર ભૂત પિશાચ, સ્થાન મળ્યા ન આવી આંચ ॥
બોતેર કોટી દાનવ સહી, સ્થાન વિહોણા ગયા એ રહી ॥
તેને કહ્યું દાદાએ ખાસ, વનસ્પતિમાં કરજો વાસ ॥
સૂણી કોપ્યા દૈત્ય અપાર, દેવો ઉપર રાખ્યો ખાર ॥
અમર દેવને કાયમ નડે, સ્વર્ગ ઉપર એ હલ્લા કરે ॥
યુધ્ધ કરી સંતાપ્યા દેવ, દૈત્ય પક્ષે આવ્યા મહાદેવ ॥
દેવો આવ્યા કરમા પાસ, અઘકને મોકલ્યો ખાસ ॥
બાઝ્યા અઘક સાથે શિવ, બેમાંથી એકે પ્રગટ્યો જીવ ॥
નામ પાડ્યું તેનુ વાસ્તુ દેવ, વિશ્વકર્માની કરતો સેવ ॥
બન્ને પક્ષને મારે માર, શંકર ગભરાયા તે વાર ॥
વિશ્વકર્માની પાસે જાય, આવી શાંતિ કરે કર્માય ॥
કૃતાક્ષ દૈત્ય અતિ બળવાન, પાર્વતિનું પામ્યો વરદાન ॥
યુધ્ધ મુકીને નાઠા દેવ, મદદે આવ્યા વાસ્તુ દેવ ॥
વાસ્તુ દેવે કપટ કરી, દૈત્ય પત્નીને જઇને છળી ॥
તેના મૃત્યુનાં શુક્રને લઇ, કૃતાક્ષ મારવા પેરવી કરી ॥
પીઠ દિયે પડતા મહાદેવ, પીઠ બળે જીવતો રહ્યો એવ ॥
પિતાક્ષ પાડ્યું તેનું નામ, પછી દાદા શું કરે છે કામ ॥
બ્રાહ્મણ શરમા ક્ષત્રિય વરમા, કરમા અમ પરીવાર ॥
તેને લગતી વંશ જાતિ, સમજી લ્યો શુભ સાર ॥
સતી ઇલા ઇલોડની નાર, અસુરે પજવી અપરંપાર ॥
તેને માટે ઇલોડ રહ્યા, બદ્રિકાશ્રમ છોડી ગયા ॥
વિશ્વકર્મા રહ્યા ઇલોડ, વિશ્વ શોભા કરવાના કોડ ॥
સજીવન ત્યાં કુંડ કર્યા ત્રણ, અવનવા જળ તેમાં ભર્યાં ॥
એ કુંડમાં જઇ કરે સ્નાન, અસાધ્ય રોગી બદલે વાન ॥
અનસૂયા ચ્યવનની નાર, પતિવ્રતા છે અપરંપાર ॥
તેના પતિએ દીધો શ્રાપ, સાંજે વિધવા થા તું આપ ॥
રવિ અસ્તને રોક્યો નાર, અવનીમાં થયો હાહાકાર ॥
રવિ અસ્તને આજ્ઞા કરી, તરત ચ્યવન તો ગયો મરી ॥
દિવ્ય રૂપ ચ્યવનનું કરી, સોળ વર્ષની સતીને કરી ॥
વૃક્ટાસુર માયાવી એ, પણ કરે ઇલાનું તેમ ॥
વાસ્તુ ને દાદા ત્યાં જાય, માયા લોપ કરી પળમાંય ॥
વૃલ્ટાસુર માર્યો તે વાર, ઇલોડ તે આવ્યા તત્કાળ ॥
કન્યાદાનનો મોટો મહિમાય, જગમાં મળે ન જોટો ક્યાંય ॥
કન્યાદાનની ઇચ્છા થઇ, કૃથેળીથી કરી બે કન્યાય ॥
જગકુળ દેવ્યા મોટી કરી, અગણિત લક્ષ્મી નાની સહી ॥
કશ્યપ સુત ભાનુની સાથ, જગદેવ્યાનો આપ્યો હાથ ॥
પરિવૃગ રાજા જે કહેવાય, અગણિત લક્ષ્મી વરી ત્યાંય ॥
સરસ્વતિને બ્રહ્માનો શ્રાપ, યજ્ઞ કરી નીવાર્યો આપ ॥
સ્વધામ જાવા થઇ ઇચ્છાય, ત્યારે સભાજન બોલ્યા ત્યાંય ॥
કોણ અમારી કરશે સહાય, પાંચ પુત્રો બનાવ્યા ત્યાંય ॥
આપી વિદ્યા પ્રેમ ધરી, પણ પાછળથી નષ્ટ કરી ॥
જેવા હથિયાર એવા દેવ, વિશ્વકર્માએ મૂક્યા એવ ॥
વરદાન આપી કીધી સહાય, દુયાય તો ધનુરનો ઘાય ॥
મહાસુદી પાંચમ અમાસ, દશેરા પુંજન કરજો ખાસ ॥
મહાસુદી તેરસને દીન, સર્વે કરજો મમ પૂજાય ॥
શ્રાવણ સુદી એકાદશી, પાંચમો આણોજો પાળજો હસી ॥
એવું કરી વિશ્વકર્માય, ચાલ્યા અક્ષરધામની માંહ્ય ॥
|
|
વિશ્વકર્માની બાવની દર અમાસે ગાય
ભગવાન સહાય કરે વળી નિશ્ચેત વૈકુંઠ જાય ॥ |
શ્રી વિશ્વકર્મા ચાલીસા |
|
શ્રી વિશ્વકર્મા જય નામ અનુપા,
પાવન સુખદ મનન અનુરુપા. ..1
સુંદર સુયશ ભુવન દશચારી,
નીતી પ્રતિગાવત નરનારી. ..2
શારદ શેષ મહેશ ભવાની,
કવિ કોવિદ ગુણ ગ્રાહક ગુણ જ્ઞાની. ..3
આગમ નિગમ પુરાણ મહાના,
ગુણાતિત ગુણવંત શયાના. ..4
જગ મહે જે પરમારથ વાદિ,
ધર્મ ધુરંધર શુભ સનકાદિ. ..5
નિત નિત ગુણયશ ગાવત તુમ્હારે,
ધન્ય ધન્ય વિશ્વકર્મા હમારે. ..6
આદિસૃષ્ટિ મહે અવિનાશી,
મોક્ષ ધામ તજી આયા સુપાસી. ..7
જગ મહે લીક શુભ જાકી,
ભુવન ચારી દશ કીર્તિ કલાકી. ..8
બ્રહ્મચારી આદિત્ય ભયો જબ,
વેદ પારંગત ઋષિ ભયો તબ. ..9
દર્શન શાસ્ત્ર વિઘ્ન પુરાણા,
કીર્તિ કલા ઇતિહાસ સુજાણા. ..10
આદિ વિશ્વકર્મા કહલાયા,
ચૌદ વિદ્યા ભૂમિ ફેલાયા. ..11
લોહ કાષ્ટ અરૂ તામ્ર સુવર્ણા,
શિલા શિલ્પ જો પંચક વર્ણા. ..12
આપે શિક્ષા દુ:ખ દારીદ્ર નાશે,
સુખ સમૃધ્ધિ જગ માહે પરકાશે. ..13
સનકાદિક ઋષિ શિષ્ય તુમારે,
બ્રહ્માદિક જૈન મુનિ પુકારે. ..14
જગદગુરૂ ઇશ હેતુ ભયો તુમ,
અમ અજ્ઞાન સમૂહ હણ્યો તુમ. ..15
દિવ્ય અલૌકિક ગુણ જોકે વર,
વિઘ્ન વિનાશ ભય ટારન કર. ..16
સૃષ્ટિ કરત હીત નામ તુમારા,
બ્રહ્મા વિશ્વકર્મા મન ધારા. ..17
વિષ્ણુ અલૌકિક જગ રક્ષક સમ,
શિવ કલ્યાણ દાયક અતિ અનુપમ ..18.
નમો નમો જય વિશ્વકર્મા દેવા,
સેવન સુલભ મનોરથ મેવા. ..19
દેવ દાનવ કિન્નર ગન્ધર્વા,
પ્રણવત યુગલ ચરણ પર સર્વા. ..20
|
અવિચળ ભક્તિ હ્રદય બસ જાકે,
ચાર પદારથ કરતલ જાકે. ..21
સેવત તુમકો ભુવન દશ ચારી,
પાવન ચરણ મનો ભવ કારી. ..22
વિશ્વકર્મા દેવન કર દેવા,
સેવત સુલભ અલૌકિક મેવા. ..23
લોકિક કીર્તિ કલા ભંડારા,
દાતા ત્રિભુવન યશ વિસ્તારા. ..24
ભુવન પુત્ર વિશ્વકર્મા તનુધારી,
વેદ અથર્વણ તત્વ મનનકારી. ..25
અથર્વવેદ અરૂ શિલ્પ શાસ્ત્રકા,
ધનુર્વેદ સબ કૃત્ય આપકા. ..26
જબ જબ વિપત પડી દેવન પર,
કષ્ટ હણ્યો પ્રભુ કલા સેવનકર. ..27
વિષ્ણુ ચક્ર અરૂ બ્રહ્મ કમંડલ,
રૂદ્રશુલ સબ રચ્યો ભવ્મંડળ. ..28
ઇન્દ્રધનુષ અરૂ ધનુષ પિનાકા,
પુષ્પક વિમાન અલૌકિક ચાકા. ..29
વાયુ યાન મય ઉડન ખટોલા,
વિદ્યુત કલા તંત્ર સબ ખોલે. ..30
સૂર્ય ચંદ્ર નવ ગ્રહ દિક્પાલા,
લોક લોકાન્તર વ્યોમ પાતાલા. ..31
અગ્નિ વાયુ ક્ષિતિ જલ આકાશા,
આવિષ્કાર સકલ પરકાશા. ..32
મનુ મય ત્વષ્ટા શિલ્પી મહાના,
દૈવાગમ મુનિપંચ સુજાના. ..33
લોહ કાષ્ટ શિલા તામ્ર સુકર્મા,
સુવર્ણકાર મય પંચક ધર્મા. ..34
શિવ દધિચિ હરિશ્ચંદ્ર ભુરાવા,
કલિયુગ શિક્ષા પાઇ સારા. ..35
પરશુરામ નલ નીલ સુચેતા,
રાવણ રામ શિલ્પ સબ ત્રેતા. ..36
દ્વાપર દ્રોણાચાર્ય હુલાસા,
વિશ્વકર્મા કુળ કીન્હ પ્રકાશા. ..37
મય કૃત્ય શિલ્પ યુધિષ્ઠિર પાયેઉ,
વિશ્વકર્મા ચરણન ચિત ધ્યાયેઉ. ..38
નાના વિધ તિલસ્મ કલીમે દેખા,
વિક્રમ પુતલી દુષ્ય આલેખા. ..39
વર્ણાતીત અકથ ગુણ સારા,
નમો નમો ભવ તારણ હારા. ..40
|
|
|
|
પ્રાર્થના |
|
વિશ્વકર્મા, વિશ્વકર્મા, વિશ્વકર્મા, પાહિમામ
વિશ્વકર્મા જગત સૃષ્ટા, દેવ દેવા ત્રાહિમામ
સૌભાગ્ય સુખ, સંપતદાતા ભવભય હરણકર્તા પ્રભુ
સુખ શાંતિવર્ધન ભયનિકંદન મોહખંડન ત્રાહિમામ .. વિશ્વકર્મા (1)
દુ:ખ દેવનું ભાગ્યુ અહો પળમાં સહુ સુખ અર્પિ યા
પૃથુરાજના વચને પધાર્યા પૃથ્વિમાં જગદીશ્વરા
શ્રી કૃષ્ણ વચને દ્વારિકા નિર્માણ કીધી પલકમાં
હે નાથ સમરૂં આપને મમ કોઇ છે ના ખલકમાં .. વિશ્વકર્મા (2)
વાસ્તુને નિજ પુત્ર કહીને પદ મહા આપ્યુ અહો
ઇલોરગઢ પાવન કર્યો પુત્રી ઇલા કાજે અહો
પરકાજ સાગર ડહોળીયો અમૃત સમર્પ્યુ દેવને
સત ચિત સ્વરૂપ આનંદ ગણો છો મોક્ષદાતા સંતને ... વિશ્વકર્મા (3)
વિશ્વકાજે પ્રગટ કીધા પુત્ર પાંચ અનુપ જે
મનુ મય સુવર્ણાદિક અહો સહુ કાર્યના કરનાર જે
એ પાંચથી પચીસ થયા પચીસથી છે જગ ભર્યું
જે કાર્ય આપે છે કર્યુ તે શ્રેષ્ઠ સૌથી છે ઠર્યું ... વિશ્વકર્મા (4)
હું આ રામાશંકર વદુ, મિથ્યા વદુના લેશ હું
છે દેવ દેવા વિશ્વકર્મા એથી અધિક ના છે કશું
તે દેવને ભજશો કદી ભવ સાગરે ડુબશો નહિ
તરસો સદાને તારશો એ વાત વિશરશો નહિ ... વિશ્વકર્મા (5) |
|
આરતી |
|
જય જય વિશ્વકર્મા પ્રભુ ! જય જય વિશ્વકર્મા !
વિરાટ વામન રૂપે (2) વ્યાપ્યા ત્રિજગમાં ... જય
પ્રથમ સૃષ્ટિ કાજ, સમર્યા બ્રહ્માએ (2)
પંચ તત્વ નિપજાવ્યાં (2) કૃપા કરી આપે ... જય
તેત્રીસ કોટિ દેવ જુજવે ગુણ રૂપે (2)
ત્રિલોક રક્ષણ કાજ (2) પ્રગટ કર્યા આપે ... જય
સર્જ્યું સ્વર્ગભુવન, દેવતણો આવાસ (2)
ઇંદ્રરાજને સ્થાપ્યો (2) કીધી કરુણા ખાસ ... જય
પ્રગટ કર્યું બ્રહ્માંડ, જીવ ભજવા કીધા (2)
દેવ, મનુશ્ય ને દૈત્ય (2) પશુ, પક્ષી કીધાં ... જય
અન્ન પાણી આહાર, દેવ તમે દીધાં (2)
વિધ વિધ રચિયા વાસ (2) કાર્ય સહુ કીધાં ... જય
પાંચ પુત્ર પ્રગટાવ્યા, કરવા સૃષ્ટિ કા જ (2)
વાસ્તુ દેવ કરી સ્થાપ્યો (2) પૂરણ કીધાં કાજ ... જય
વિશ્વકર્માની આરતી જે ભાવે ગાશે (2)
સર્વ પુરાશે આશ (2) સુખ સંપત થાશે ... જય
|
|
ગાયત્રી મંત્રાર્થ
ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धिमहि धियो यो न: प्रचोदयात |
ૐ |
: પરમાત્મા |
ભૂ |
: જે સ્વયંભૂ છે, ત્રણે કાળમાં જેનો નાશ નથી |
ર્ભુવ: |
: જે સર્વ દુ:ખોથી રહિત છે, જેના સંગ થી જીવનનાં સર્વ દુખો છૂટી જાય છે |
સ્વ: |
: જે આનંદસ્વરૂપ છે, સંપૂર્ણ જગતમાં વ્યાપક હોઇ સર્વને ધારણ કરે છે |
તત |
: તે પર્માત્માના સ્વરૂપને |
સવિતુર |
: (તે સૂર્યનારાયણ) જે બ્રહ્માંડને ઉત્પના કરનાર છે |
વરેણ્યં |
: જે ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ છે |
ભર્ગો |
: જે શુધ્ધ સ્વરૂપ, પાપ નાશક અને પવિત્ર કરનાર છે |
દેવસ્ય |
: જે પ્રકાશ સ્વરૂપ છે |
ધીમહિ |
: તેનુ ધ્યાન કરીઇ છીએ |
ધિયો |
: બુધ્ધિ વૃત્તિને |
[ તે અંત:કરણને પ્રકાશ આપવાવાળા [સર્વસાક્ષી પ્રત્યક્ષ આત્મા અમારી [બુધ્ધિ વૃત્તિને સન્માર્ગે વાળવાની
[ પ્રેરણા આપો. |
યો |
: એ પરમાત્મા |
ન: |
: અમને |
પ્રચોદયાત |
: પ્રેરણા આપો. |
|
|
|
શ્રી વિશ્વકર્મા ગાયત્રી મંત્ર
|
શ્રી વિશ્વકર્મા ગાયત્રી મંત |
મંત્રાર્થ |
ॐ सर्वरूपाय विद्महे, विश्वकर्मणे धीमहि, तन्नौ परब्रह्म प्रचोदयत । |
સર્વ દેવસ્વરૂપ હે ભગવાન વિશ્વકર્મા ! અમે આપનું ધ્યાન ધરીએ છીએ, આપ અમારાં હ્ર્દયમાં બિરાજો અને હે પરબ્રહ્મ પિતા ! અમારી બુધ્ધિને સારા માર્ગે દોરવા કૃપા કરો.
(આ ગાયત્રી મંત્રના ત્રણ પદ છે અને તેની ત્રણ ભાવનાઓ છે. તે ભાવનાઓ અર્થ સહિત મંત્રજપ સમયે મનમાં જાગ્રત રાખવી.) |
|